તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં જુગારધામ પરથી વાહન રોકડ સહિત રૂ.2,21 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

પાટણમાં જુગારધામ પરથી વાહન રોકડ સહિત રૂ.2,21 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમોનિટરીંગ સેલનો પાટણ ખાતે છાપો કરતા જુગાર ધામો ઝડપાયા હતા. જેમાં પાટણ ખાતે ઉપેન્દ્ર વકીલ ચાલી નવા ગંજ બજારની સામે એક મકાનમાં શખ્સ ઇમરાન કુરેશી ઉર્ફે લાલો રહે.સંખારી પોતાના ભાડુતી માણસો રાખીને વરલી મટકા તેમજ ગંજીપાનાથી તેરીયાનો જુગાર રમાડતા શખ્સો 8 શખ્સો પાસેથી રોકડ રકમ રૂ.17640 અને મોબાઇલ નંગ- 5 કિ.રૂ.3000 અન્ય સામાન કિ.રૂ.900 અને વાહન કિ.રૂ. 2 લાખ મળી કુલ મુદ્દામાલ રૂ.2,21,540 જપ્ત કર્યો હતો. અને રેડ દરમ્યાન પાંચ મોટર સાયક અને બે એક્ટીવા વાહનો મૂકીને નાસી ગયેલા અજાણ્યા તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઝડપાયેલાશકુનિઓ અને વાહન મુકીને નાશી ગયેલા શખ્સ સામે પોલીસ ગુન્હો નોંધાયો

-ઇમરાન કુરેશી ઉર્ફે લાલો રહે.સંખારી , કમરઅલી મહંમદભાઇ શેખ રહે.પાટણ, ,હરેશભાઇ વિરજીભાઇ મારવાડી રહે.બોરસણ, રામપ્રસાદ માધવલાલ ઠક્કર રહે.પાટણ ,રાકેશજી વેલાજી ઠાકોર રહે. પાટણ , દિનેશ નાથાભાઇ ભાવસાર રહે. હાસાંપુર ,શેલેષ રવચંદભાઇ સોલંકી રહે. પાટણ અને પાંચ મોટર સાયકલ અને બે એકટીવા વાહનો મૂકીને નાસી ગયેલ અજાણ્યા શખ્સો સામે પાટણ બી ડીવીઝન પોલીસ ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...