તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુરમાં ખાનગી તબીબી પ્રેક્ટીસ કરતા ડોકટરોનો વર્કશોપ યોજાયો

સિદ્ધપુરમાં ખાનગી તબીબી પ્રેક્ટીસ કરતા ડોકટરોનો વર્કશોપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મીઝલ્સ અને રૂબેલા(એમ.આર.) રસીકરણ અભિયાન અંતર્ગત તથા પીસી એન્ડ પીએનડીટી એકટ 1994 અન્વયે પ્રાંત અધિકારી સિદ્ધપુરના અધ્યક્ષ સ્થાને ગુરુવારે તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુરમાં ખાતે તાલુકામાં ખાનગી તબીબી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોને સેન્સેટાઇઝ કરવા માટે વર્કશોપ રાખ્યો હતો. જેમાં આઇએમએ. અને આઇ.પી.એ સિદ્ધપુરના 35 ડોકટરોની હાજર રહ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી દ્વારા એમઆર કેમ્પેઇન તથા પીસી એન્ડ પીએનડીટી અંતર્ગત ઉપસ્થિત તમામ ડોક્ટરોને વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એકટની તમામ જોગવાઇઓનું પાલન કરવા તબીબોને સૂચના આપી ઘટતો જતો સેક્સ રેશિયો ચિંતાનું કારણ છે તેમ જણાવ્યું. તાલુકા હેલ્થ ઓફિસર સિદ્ધપુર દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટની જોગવાઇઓ મુજબનું રેકર્ડ રજિસ્ટર નિભાવવા સૂચના આપેલ અને એમઆર કેમ્પ‍ેઇન અંતર્ગત પુરતો સહકાર આપવા તથા હોસ્પિટલમાં આવતા વાલીઓને સંદેશો પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...