Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - બંધમાં રૂની પાસે બસના કાચ ફોડવા મામલે ગુનો

બંધમાં રૂની પાસે બસના કાચ ફોડવા મામલે ગુનો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:21 AM

બસના ડ્રાઇવરે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

  • Patan - બંધમાં રૂની પાસે બસના કાચ ફોડવા મામલે ગુનો
    કોંગ્રેસ બંધના સમર્થનમાં પાટણ જિલ્લા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયા હતા. જે પગલે પાટણ તાલુકાના રૂની ગામ નજીક સ્વામીનારાયણ મંદિર પાસે પાટણથી સિદ્વપુર જઇ રહેલી અેસટી બસને રોકી સાત જેટલા વ્યક્તિઓઅે બસના અાગળના કાચ પર પથ્થર મારીને તોડ્યો હોવાની એસટી બસના ડ્રાઇવરે બાલીસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    સિદ્વપુર ડેપોની બસ (જીજે 18 વાય 8598) પાટણથી સિદ્વપુર તરફ જઇ રહી હતી ત્યારે સોમવારે સવારે 1: 15 વાગે રૂની ગામ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે આવતા છથી સાત માણસોનું ટોળું બસ ઉભી રખાવેલી અને કહેવા લાગેલ કે ભારત બંધ છે તમો કેમ એસટી ચાલુ રાખી છે તે કહિને બસના આગળના કાચ ઉપર છૂટો પથ્થર મારીને કાચ તોડીને નુકશાન કર્યુ હોવાની ડ્રાઇવર મકબુલહુસેન બિસ્મિલ્લાખાન પઠાણએ બાલીસણા પોલીસ મથકે શખ્સ ઠાકોર શંકરજી, ઠાકોર પ્રતાપજી રહે.રૂની અને ઠાકોર બાબુજી રહે. વિશોળ અને અન્ય ત્રણ ચાર માણસો સામે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ