મૂળેશ્વર મહાદેવ મંદિરે શિવલોકના મંત્રજાપ

પાટણ | પાટણ શહેરના શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ શિવ ભક્તો દ્વારા પૂજા- અર્ચના અને અભિષેક સહિતના ધાર્મિક ઉત્સવો...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:21 AM
Patan - મૂળેશ્વર મહાદેવ મંદિરે શિવલોકના મંત્રજાપ
પાટણ | પાટણ શહેરના શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ શિવ ભક્તો દ્વારા પૂજા- અર્ચના અને અભિષેક સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. ત્યારે રવિવારના રોજ શિવ ભક્તો દ્વારા હવન યજ્ઞ સહિત શિવ સ્ત્રોત ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. પાટણ શહેરના પંડ્યા અભ્યાસ ગૃહની બાજુમાં આવેલા શ્રી મૂળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા સવા લાખ મંત્ર જાપનું પૂજન કરવામાં આવ્યું હતુ. આ ધાર્મિક પ્રસંગ ભગવાન શિવજી સમક્ષ અન્નકૂટનો પ્રસાદ પણ ચડાવવામાં આવ્યો હતો. શ્રાવણ માસના અંતિમ દિવસે ભગવાન શિવજીના સવા લાખ મંત્ર જાપ સંગીતના સુમધુર સૂરો સાથે સંપન કર્યા હતા.

X
Patan - મૂળેશ્વર મહાદેવ મંદિરે શિવલોકના મંત્રજાપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App