પાટણ | હારિજ તાલુકાના અડીયા ગામે આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમનો બે દિવસનો લોકમેળો યોજાયો હતો. આજુબાજુના ચંદ્રુમાણા, કડિયા, ખારીઘારીયાલ, ખારીવાવડી, કુરેજા, કુણઘેર, માલસુંદ અન્ય ગામોમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ આ વખતે વધ્યો હતો, મેળામાં સલામતી જળવાઇ રહે તે માટે હારિજ પીએસઆઇ વિ.વિ.ત્રિવેદી દ્વારા ચુસ્ત બંદોબસ્ત હતો. મહાદેવ મંદિરના મહંત ગજાનંદજી મહારાજે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો