• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - હેમ. ઉ. ગુ. યુનિ દ્વારા આંતર કોલેજ બહેનોની હેન્ડ બોલ સ્પર્ધા યોજાઇ

હેમ. ઉ. ગુ. યુનિ દ્વારા આંતર કોલેજ બહેનોની હેન્ડ બોલ સ્પર્ધા યોજાઇ

આજે જીમખાના મેદાનમાં ભાઈઓની બોક્સિંગ સ્પર્ધા યોજાશે 8 ટીમોએ ભાગ લીધો હતો, પાલનપુર ની જી. ડી. મોદી આર્ટસ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:21 AM
Patan - હેમ. ઉ. ગુ. યુનિ દ્વારા આંતર કોલેજ બહેનોની હેન્ડ બોલ સ્પર્ધા યોજાઇ
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ. પાટણમાં સોમવારના રોજ આંતરકોલેજ મહિલા એન્ડ બોલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો.

યુનિવર્સિટી દ્વારા હાલમાં આંતરકોલેજ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહી છે. તાજેતરમાં યોજાયેલી ભાઈઓની બાસ્કેટબોલ સ્પર્ધામાં હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે બીજા ક્રમે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મહેસાણા ત્રીજા ક્રમે એમ.એન સાયન્સ કોલેજ પાટણ અને ચોથા ક્રમે કોમર્સ કોલેજ મહેસાણા રહી હતી. જ્યારે બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધામાં મહિલા સાર્વજનિક કોલેજ મહેસાણા ચેમ્પિયન બની હતી. જ્યારે જી ડી મોદી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર બીજા ક્રમે સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ત્રીજા ક્રમે અને પીજી ભવન પાટણ ચોથા ક્રમે રહી હતી.

યુનિવર્સિટીના મેદાનમાં આંતર કોલેજ બહેનોની હેન્ડબોલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધાના અંતે જી ડી મોદી આર્ટસ કોલેજ પાલનપુર ચેમ્પિયન બની હતી. જ્યારે સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર બીજો ક્રમ મેળવ્યો હતો. કોમર્સ કોલેજ મહેસાણા ત્રીજો કમ સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ કડી ની ટીમે ચોથો ક્રમ મેળવ્યો હતો.

યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ ના કાર્યકારી નિયામક ડો વિનોદભાઈ ચૌધરીએ સ્પર્ધા નો પ્રારંભ કરાવી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો આવતીકાલે 11 સપ્ટેમ્બરના રોજ પાટણ શહેરના રમતગમત સંકુલ ખાતે આંતરકોલેજ કક્ષાની ભાઈઓની બોક્સિંગ સ્પર્ધા યોજાશે. જ્યારે 14 સપ્ટેમ્બરના રોજ બહેનોની કબડી સ્પર્ધા અને 18 સપ્ટેમ્બરના રોજ ભાઈઓની કબડી સ્પર્ધા યોજાશે.

X
Patan - હેમ. ઉ. ગુ. યુનિ દ્વારા આંતર કોલેજ બહેનોની હેન્ડ બોલ સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App