તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં સ્વામી પરિવારનાં કુળદેવી સમોરા માતાની પાલખી યાત્રામાં શ્રદ્ધાળુંઓની ભીડ

પાટણમાં સ્વામી પરિવારનાં કુળદેવી સમોરા માતાની પાલખી યાત્રામાં શ્રદ્ધાળુંઓની ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણ સુદ સાતમને શુક્રવારના રોજ પાટણમાં વસતા સ્વામી પરિવારના કુળદેવી સમોરા માતાજી માતાની પાલખી યાત્રા નીકળી હતી.

આ પાલખી યાત્રા શહેરના ચતુર્ભુજ બાગ પાસેન પ્રસ્થાન પામી શહેરના વેરાઈ ચકલા, રોકડીયા ગેટ, હિંગળા ચાચર, નીલમ સિનેમા, મીરા દરવાજા થઈને પદ્મનાભ મંદિર પરિસર ખાતે સંપન્ન બની હતી. શોભાયાત્રામાં કળશધારી બહેનો અને વિવિધ વેશભૂષામાં બાળકો જોડાય ડીજેના તાલે અને બેન્ડવાજાના સુરીલા ભક્તિ સંગીત સાથે નીકળેલી પાલખી યાત્રાનુ ઠેરઠેર ભાવિક ભક્તજનો દ્વારા આરતી સાથે પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત સામૈયું કરાયું હતું. પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ યોજાયો હતો.

પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ આર્ટ્સ કોલેજના પ્રિ. લલિત પટેલ, યુનિવર્સિટીના રજીસ્ટાર જગદીશભાઈ પ્રજાપતિ ,પાટણ નગરપાલિકાના વિપક્ષનેતા મનોજ પટેલ, કોર્પોરેટર ભરત ભાટીયા, ગોપાલ સિંહ રાજપુત સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રંસગને યાદગાર બનાવવા સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામી, મંત્રી નિલેશભાઈ સ્વામી, ખજાનચી ગણપતભાઇ સ્વામી સહિત ઉત્સાહી કાર્યકર્તઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.

પાટણમાં સમોરા માતાની જન્મજયંતીએ પાલખી યાત્રા નીકળી

અન્ય સમાચારો પણ છે...