Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પગાર, બઢતી સહિતના પ્રશ્ને જિલ્લાના તલાટીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

પગાર, બઢતી સહિતના પ્રશ્ને જિલ્લાના તલાટીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:21 AM

તલાટી કમ મંત્રી મંડળો દ્વારા મામલતદારને આવેદન અપાયાં

  • Patan - પગાર, બઢતી સહિતના પ્રશ્ને જિલ્લાના તલાટીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    પાટણ જિલ્લામાં તલાટી કમમંત્રી દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વચ્ચે ફરજ બજાવી હતી. જિલ્લાના તાલુકા મથક પાટણ, સરસ્વતી, સિદ્વપુર, ચાણસ્મા, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના તલાટીઓએ તાલુકા પંચાયત ખાતે કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. પગાર, પેન્શન સહિતની માંગ સાથે તાલુકાના તલાટી કમ મંત્રી મંડળે વિરોધ કર્યો હતો.

    તલાટી ક્રમ મંત્રી સંવર્ગના પ્રશ્નનો અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીના મહામંડળ દ્વારા વારંવાર સરકારને રજૂઆતો કરવા છતાં કોઇ પણ સકારાત્મક નિરાકરણ ના આવતુ હોવાથી ગુજરાત રાજ્ય તલાટી કમમંત્રી મંડળ દ્વારા રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ તેનું નિરાકરણ ના આવવાથી સોમવારે પાટણ જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ તાલુકા મથકો ખાતે તાલુકા પંચાયત કચેરી જઇ કાળી પટ્ટીધારણ કરીને વિરોધ કરીને કામગીરી કરવામાં આવી હતી.તેવું જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સુનિલભાઇએ જણાવ્યું હતું.

    ચાણસ્મા તાલુકાના તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. તસવીર-ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ