Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - રાધનપુરમાં 16મી સપ્ટેમ્બરથી સેશન્સ કોર્ટ શરૂ થશે, જજ નીમાયા

રાધનપુરમાં 16મી સપ્ટેમ્બરથી સેશન્સ કોર્ટ શરૂ થશે, જજ નીમાયા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:21 AM

1000 જેટલા કેસો ટ્રાન્સફર કરવાની કવાયત ચાલુ

  • Patan - રાધનપુરમાં 16મી સપ્ટેમ્બરથી સેશન્સ કોર્ટ શરૂ થશે, જજ નીમાયા
    પાટણ ખાતે આવેલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી આગામી ટૂંક સમયમાં જ રાધનપુર ખાતે સેશન્સ કોર્ટને અલગ કરીને રાધનપુર ખાતે કાર્યરત કરવામાં આવનાર છે. આ માટેની તેયારીઓ હાથ ધરાઇ છે . આગામી 16 સપ્ટેમ્બરથી રાધનપુર ખાતે સેશન્સ કોર્ટ શરૂ થશે તે માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

    પાટણ જિલ્લામાં આવેલ રાધનપુર સાંતલપુર, સમી અને શંખેશ્વર તાલુકાઓના લોકોને સેસન્સ કેસ માટે પાટણ સુધી લાંબા થવું ન પડે અને તેમનો સમય નાણાંનો બચાવ થાય તે માટે રાધનપુર ખાતે સેશન્સ કોર્ટ મંજૂર થઇ હતી. જેના માટે બિલ્ડીંગ નિર્મિત કરાયું છે. એડીશનલ સસન્સ જજ તરીકે એચ.એચ.ગાંધીની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

    આગામી 16 સપ્ટેમ્બરથી રાધનપુર ખાતે સેશન્સ કોર્ટ શરૂ થશે તે માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.જેમાં ખાસ કરીને કેસો તબદીલ કરવા સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. એક અંદાજ મુજબ આશરે 1000 જેટલા કેસો સેસન્સ ક્રિમીનલ એનસી અપીલ અને અકસ્માત વીમા વળતર માટેના રાધનપુર કોર્ટમાં જતાં પાટણ કોર્ટમાંભારણ ઘણુંજ ઓછું થઇ જશે તેવો મત વકીલોએ વ્યકત કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ