તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ આઇશરની ટક્કરે બાઇક ચાલકને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ તાલુકાના ભલગામના રહીશ ઠાકોર દેવાજી અમથાજી ગત ૧૫ ઓગસ્ટે તેમની ભત્રીજીની દવા લેવા માટે પાટણ આવેલા હતા અને દવા લઈને તેમના બાઈક ઉપર પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાટણ સાંઈબાબા મંદિર નજીક ચોકડી પર પાટણ તરફથી આવી રહેલ આઇસર ગાડી જીજે 24 યુ 4464ના ચાલકે પૂરઝડપે આવી પાછળથી ટક્કર મારતાં દેવાજી ઠાકોર નીચે પટકાતાં તેમને જમણા પગે અને હાથ પર ઈજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા. જે અંગે તેમણે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આઇશરના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...