• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan પાટણ જિલ્લાની શાળાઓમાં ચાલો બનીએ આદર્શ બાળક થીમ પર પ્રોજેક્ટ શરૂ કરાયો

પાટણ જિલ્લાની શાળાઓમાં ચાલો બનીએ આદર્શ બાળક થીમ પર પ્રોજેક્ટ શરૂ કરાયો

Patan - પાટણ જિલ્લાની શાળાઓમાં ચાલો બનીએ આદર્શ બાળક થીમ પર પ્રોજેક્ટ શરૂ કરાયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:21 AM IST
આજનો બાળક સાચા અર્થમાં આદર્શ વિદ્યાર્થી બને શિક્ષણની સાથે રાષ્ટ્રીય અસ્મિતા સદાચારી સંસ્કાર સ્વાસ્થ્ય યુક્ત તેમજ વ્યસન મુક્ત બને તેવા શુભ આશયથી બીએપીએસ સંસ્થા દ્વારા ચાલો બનીએ આદર્શ બાળક થીમ ઉપર શાળા કક્ષાએ મૂલ્ય ઘડતરના પ્રોજેક્ટનો મંગળવારે પાટણ ખાતે ખોડાભા હોલમાં યોજાયેલા શિક્ષક સંમેલનમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત આવનારા દિવસોમાં પાટણ જિલ્લાની પ્રા. અને મા. શાળાઓમાં કામ શરૂ થશે.

ચાલો બનીએ આદર્શ બાળક પ્રોજેક્ટ હાલમાં રાજ્યના 16 જિલ્લાઓની ૧૪ હજારથી વધુ શાળાઓમાં ચાલી રહ્યો છે અને દર મહિને ૨૮ લાખ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં સહભાગી બને છે હવે પાટણ જિલ્લાની શાળાઓમાં શરૂ થઇ રહ્યો છે આ પ્રોજેક્ટ માં દરેક શાળાઓમાં દર મહિને નિશુલ્ક સીડી કેસેટ આપવામાં આવશે અને તેના માધ્યમથી બાળકોને શિક્ષણ સ્વાસ્થ સંસ્કાર અને સંસ્કૃતિ વિષય પર જાગૃતિ કેળવાય તે પ્રકારે શિક્ષણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાટણ ખાતે યોજાયેલા શિક્ષક સંમેલનમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંત પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી, પૂજ્ય કરુણામૂર્તિ, સ્વામી પૂ. કોઠારી સ્વામી, કલેકટર આનંદ પટેલ, જિ. શિક્ષણ અધિકારી એસ.કે વ્યાસ, ડાયટ પ્રાચાર્ય બીપી ચૌધરી, ડીપીઓ ડો એમ.એન રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ મોહન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી સોલંકીએ ચાલો બનીએ આદર્શ બાળક પ્રોજેક્ટની સીડીનું વિમોચન કર્યું હતું. શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

X
Patan - પાટણ જિલ્લાની શાળાઓમાં ચાલો બનીએ આદર્શ બાળક થીમ પર પ્રોજેક્ટ શરૂ કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી