તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • વોર્ડ નં. 8 ના મહોલ્લાઅોમાં અાજે રવિવારે પણ પાઇપલાઇન ચકાસાશે

વોર્ડ નં. 8 ના મહોલ્લાઅોમાં અાજે રવિવારે પણ પાઇપલાઇન ચકાસાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના વોર્ડ નંબર 8 અને તેના આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણી આવતું હોવાની સમસ્યા માટે શનિવારે વોટરવર્કસ શાખા ના રોજમદાર કર્મચારીઓની બેઠક બોલાવી રવિવારે કામ કરવા સૂચના અપાઇ હતી.

સમિતી ચેરમેન ધર્મેશ પ્રજાપતિએ કર્મચારીઓને બિનજરૂરી રજાઓ ન પાડવા અને સાથે સાથે વિવિધ વિસ્તારોમાં અવારનવાર લીકેજ બનતી પાણીની પાઈપલાઈનોનું ત્વરિત સમારકામ કરી રોજેરોજનો રિપોર્ટ જણાવવા પણ સૂચનાઆપી હતી. વોર્ડ નંબર 8 અને તેની આજુબાજુના વિસ્તારમાં દુષિત પાણીના પ્રશ્નને લઇને રવિવારે રજાના દિવસે પણ રોજમદાર કર્મચારીઓને સાથે રાખી હાઇડ્રોલિક એન્જિનિયર કીર્તિભાઇ પટેલ અને શાખા ચેરમેન ની ઉપસ્થિતિમાં જ્વાળામુખી ની પોળ કલ્યાણેશ્વરની પોળ નંદાપુરાની ખડકી મઠવાસ દવે નો પાડો તેમજ સુભાષ ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર તેમજ પાણીની લાઇનોનું ચેકીંગ હાથ ધરાનાર હોવાનું ચેરમેન ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...