તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જાવંત્રીના મહિલાના રીસણા કેસમાં સામાપક્ષ દ્વારા ફરિયાદ

જાવંત્રીના મહિલાના રીસણા કેસમાં સામાપક્ષ દ્વારા ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર તાલુકાના જાવંત્રી અને કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના શખ્સો મહિલાના રીસણાનું સમાધાન કરવા માટે એકઠા મળ્યા હતા ત્યારે આપસમાં ઝઘડી પડતાં મહિલાના પતિ જાવંત્રીના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બીજા દિવસે સામાપક્ષે પર ફરિયાદ નોંધાવતાં મામલો ગરમાયો છે.

તેરવાડાના દાનાભાઇ ખેતાભાઇ રબારીએ આ અંગે 15 શખ્સો સામે ધારિયા, લાકડી પાઈપ માર મારવા અંગે સામી ફરિયાદ રાધનપુર પોલીસ મથકે આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમાં ભાથીભાઇ રૂગનાથભાઈ રબારી, રૂગનાથભાઈ નથુભાઈ રબારી, સેંધાભાઇ નથુભાઇ, નાની પીંપળીના જલાભાઇ રબારી, વિભાભાઈ લેબાભાઈ, વાસીભાઈ વિભાભાઇ, જામાભાઈ મેઘાભાઇ, મોમાભાઈ રાજાભાઈ, મગનભાઈ મોમાભાઈ, લાખાભાઈ મેઘાભાઇ, સાતુનના કરશનભાઇ રબારી, રાજાભાઈ લક્ષ્મણભાઈ, વિરમભાઇ લક્ષ્મણભાઈ, દેવકણભાઈ વિરમભાઈ,ખોડાભાઇ રામાભાઇનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...