તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં મહિલાની રૂ. 10 હજાર ભરેલી થેલી રિક્ષામાં પડી રહેતા રિક્ષાની શોધખોળ

પાટણમાં મહિલાની રૂ. 10 હજાર ભરેલી થેલી રિક્ષામાં પડી રહેતા રિક્ષાની શોધખોળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક મહિલાની રૂ.10 હજાર રોકડા અને ચાંદીની બંગડીઓ સાથેની એક થેલી રીક્ષામાં પડી રહેતા પોલીસે શોધખોળ કરી હતી.

મૂળ ડીસાના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા કંચનબેન ઠક્કર શનિવારે પાટણ તિરુપતિ નગર માં રહેતા તેમના દીકરી પ્રજ્ઞાબેન ઠક્કરને મળી સવારે 11 કલાકના અરસામાં ડીસા જવામાટે ઘરેથી નીકળી સોસાયટીની બહારથી એક રીક્ષામાં બેઠા હતા અને ટીબી ત્રણ રસ્તા પાસે તેઓ ઉતરી ગયા હતા તે વખતે તેમની રૂપિયા 10 હજાર રોકડા અને ચાંદીની બંગડીઓ અને એક મોબાઇલ સહિતની વસ્તુઓ મૂકેલી થેલી તેઓ રીક્ષામાં ભૂલી ગયા હતા બાદમાં તેમને ખબર પડતાં તેઓ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસને લેખિત અરજી આપતા પોલીસે તાત્કાલિક રીક્ષાની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...