દુષ્કર્મ આચરનાર આરોપીની જામીન અરજી નામંજૂર

એડીશનલ સેસન્સ કોર્ટે નામંજૂર કરી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:20 AM
Patan - દુષ્કર્મ આચરનાર આરોપીની જામીન અરજી નામંજૂર
રાધનપુરની એક યુવતીને તેના સમાજના યુવાને પાટણના ગેસ્ટહાઉસમાં લઇ જઇ ફોટો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના આરોપીની જામીન અરજી એડીશનલ સેસન્સ કોર્ટે નામંજૂર કરી હતી.

રાધનપુર તાલુકાના જવાહનગરનો રહીશ રાણા નટવર માલાજીએ તેના સમાજની યુવતી સાથે પરીચયમાં આવી પ્રેમ સબંધ થયો હતો પણ તે વારંવાર શંકાઓ કરતો હોઇ તેણીએ તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. તેથી નટવરે યુવતીને છેલ્લી વાર મળવા પાટણ તિરૂપતિ ગેસ્ટહાઉસમાં બોલાવી હતી. જ્યાં 17 ફેબ્રુઆરી 2018 રોજ તેણી સાથે બિભત્સ માંગ કરી જો તું નહિ સ્વીકારે તો વીડીઓ, ફોટાઓ વાઇરલ કરી નાખીશ તેમ કહિ તેની દુષ્કર્મ આચર્યં હતું. તે પછી એક મહિનાથી તેની સાથે લગ્ન કરવા ધમકી આપતો હતો. તેણે યુવતીની જેની સાથે સગાઇ થઇ હતી તેને પણ ફોન કરી તેણીને બીજા કોઇની નહી થવા દેવાની ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ અનુસંધાને રાધનપુર પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કર્યો હતો. આરોપીની આગોતરા જામીન અરજી અગાઉ સેસન્સ કોર્ટે નામંજુર કરી હતી. અને હાઇકોર્ટમાંથી પાછી ખેંચાઇ હતી. તે પછી રેગ્યુલર જામીન અરજી રજુ થઇ હતી જે એડીશનલ સેસન્સ જજ કું.કે.આર.પ્રજાપતિ સમક્ષ ચાલી જતાં એપીપી અંગીરસભાઇ વોરા અને અરજદારના વકીલની દલીલો સાંભળ્યા બાદ નામંજુર કરી હતી.

X
Patan - દુષ્કર્મ આચરનાર આરોપીની જામીન અરજી નામંજૂર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App