• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan પાટણમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમ્યાન ટોકર, કપડાં, દારૂની બોટલો મળી આવ્યા

પાટણમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમ્યાન ટોકર, કપડાં, દારૂની બોટલો મળી આવ્યા

Patan - પાટણમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમ્યાન ટોકર, કપડાં, દારૂની બોટલો મળી આવ્યા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:20 AM IST
પાટણ શહેરમાં પાલિકા દ્વારા હાથ ધરાયેલ ભૂગર્ભ ગટર દુરસ્તી કામગીરીમાં અંદરથી કપડાં અને ટોકર જેવી ચીજવસ્તુઓ પણ નિકળી હતી જેને લઇ પાલિકાના કર્મચારીઅો પણ વિચારતા થઇ ગયા હતા.

તાજેતરમાં પાલિકા દ્વારા સફાઇ અને દુરસ્તી ભૂગર્ભ ગટરની હાથ ધરાઇ હતી તેમાં હાઇવે સંપ પાસેની ભૂગર્ભ ગટરમાંથી ટોકર મળી આવ્યું હતું. રેલવે ગરનાળા પાસે કપડાં મોટી માત્રામાં મળ્યાં છે. દારૂની બોટલો અને ટીન, પ્લાસ્ટીકના ડબલા જેવી ચીજો મળી આવી છે.

પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના એન્જીનીયર કિર્તીભાઇ પટેલે જણાવ્યું કે શહેરીજનો દ્વારા ભૂગર્ભ ગટરમાં કોઇ ચીજ વસ્તુઓ ન જાય તેની તકેદારી લેવાય તે ઇચ્છનીય છે.જે વસ્તુઓ નાશ પામતી નથી તે અંદર જાય તો પાણીના માર્ગમાં અવરોધક બની શકે છે. લાઇન ચોકઅપ થઇ શકે છે.

X
Patan - પાટણમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમ્યાન ટોકર, કપડાં, દારૂની બોટલો મળી આવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી