• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હારિજ તાલુકામાં 17 તલાટીઓ, 3 શિક્ષકો, 4 આરોગ્ય કર્મી ગેરહાજર

હારિજ તાલુકામાં 17 તલાટીઓ, 3 શિક્ષકો, 4 આરોગ્ય કર્મી ગેરહાજર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ તાલુકાના 24 ગામોમાં જિલ્લા અને તાલુકા કક્ષાના 24 અધિકારીઓની ટીમે સરપ્રાઇઝ ચેકિંગમાં 17 તલાટી કમ મંત્રી, 3 શિક્ષકો અને ચાર આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર જણાતા તેમને નોટિસ ફટકારી ખુલાસા પૂછવામાં આવશે અને કસુરવારોને સજા કરાશે.

જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરુ દ્વારા 24 અધિકારીઓની ટીમો મારફતે હારિજ તાલુકાની 24 ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત કરી હતી. જેમાં 17 તલાટી કમ મંત્રી ફરજ પર ગેરહાજર જણાયા હતા, જ્યારે 24 પ્રાથમિક શાળાઓની ચકાસણી કરતા ત્રણ શિક્ષકો ગેરહાજર જણાયા હતા, જ્યારે 18 આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરતા બે પુરૂષ અને બે મહિલા આરોગ્ય વર્કરો ગેરહાજર જણાયા હતા. અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેલા કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસા પૂછીને નિયમ અનુસાર કડક પગલાં ભરાશે. આ ઉપરાંત સમયાંતરે અવારનવાર આ પ્રકારે જિલ્લામાં સરપ્રાઇઝ વિઝિટ કરાશે તેવું નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ એન ચૌહાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...