તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સાંથણીમાં ફાળવેલ સરકારી પડતર જમીનોના કબજો ન સોંપાતા અરજદારોનું અલ્ટિમેટમ

સાંથણીમાં ફાળવેલ સરકારી પડતર જમીનોના કબજો ન સોંપાતા અરજદારોનું અલ્ટિમેટમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ -બનાસકાંઠા જિલ્લાના અનુસુચિત જાતિ વર્ગના લોકોને સાંથણી તેમજ અન્ય હેડ હેઠળ ફાળવાયેલ જમીનના કબજા આપવા, વર્ષોથી ખેડ કરાતી સરકારી પડતર જમીન નામે કરવા, શરતભંગની જમીન રિગ્રાન્ટ કરવા તેમજ માથાભારે લોકો દ્વારા કરાયેલ કબજા છોડાવવા માટે ગુરુવારે જમીન હક રક્ષક સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરી બે મહિનામાં યોગ્ય નિર્ણય નહી કરાય તો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

પાટણ જિલ્લા જમીન હક રક્ષક સમિતિ દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવેલ આવેદન પત્રમાં વિવિધ ચાર માગણીઓ કરી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સરકારી પડતર જમીન પર અનુસૂચિત જાતિના લોકો વર્ષોથી જમીન ખેડતા હોય અને તેમની પાસે જમીનનો કબજો હોય તેવા લોકોને જમીન નામે કરી આપવા માટે માગણી કરાઈ છે. તેમજ અનુસૂચિત જાતિના લોકોની જે જમીનો વિવિધ કારણોસર સરકાર દ્વારા ખાલસા કરી શ્રી સરકાર દાખલ કરેલ હોય અને જેની પાસે જમીનનો ભૌતિક કબજો હોય કે ન હોય પણ કબજો લેવા તૈયાર હોય તેવા કેસોમાં જમીન રિગ્રાન્ટ કરી આપવા માટે માગણી કરાઈ છે. તેમજ જે શરતભંગના કેસોમાં જમીનો રીગ્રાન્ટ કરવા માટે અરજીઓ આવેલી હોય તેવા કેસોમાં જમીન રીગ્રાન્ટ કરી આપવા માટે માગણી કરાઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને જમીન ફાળવવામાં આવી હોય પણ કબજા સોંપવામાં આવેલા ના હોય તે બાબતે કરવામાં આવેલા પરિપત્રનું સંપૂર્ણ અમલીકરણ કરી પરિપત્ર પ્રમાણે દરેક લાભાર્થીને પ્રત્યક્ષ કબજા સોંપવાની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે માગણી કરી છે.

આ અંગે સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યુ કે સરકારે છ મહિનામાં દરેક લાભાર્થીઓને પ્રત્યક્ષ કાબજા સોંપવા માટે પરિપત્ર કરલો છે. જેને ચાર માસ જેટલો સમય પૂર્ણ થયો છે હવે બે માસ બાકી છે. જો, બે માસની અંદર કબજા સોંપવામાં નહીં આવે તો બે માસ બાદ ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...