તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભીલવણ ગામે પરિણિતાને ત્રાસ આપી પતિએ ફોન પર તલાક અાપ્યા

ભીલવણ ગામે પરિણિતાને ત્રાસ આપી પતિએ ફોન પર તલાક અાપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના ગામે પરિણીત મહિલાને ઘરનાં કામકાજ બાબતે માનસિક ત્રાસ આપી તાજેતરમાં મહિલાને તલાક આપી દીધા હતા તે પછી તેણીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વાગડોદ પોલીસ મથકે સાત શખ્સો સામે ફરિયાદ દાખલ થવાં પામી હતી.

જંગરાલ ગામના રહીશ આદમભાઈ દાઉદભાઈની દીકરી અસ્માબેનને તેમના પતિ દિહાયતુલ્લાહ અબ્દુલ્લાદાઉદ રહે.જંગરાલ ઘરના નાના-મોટા કામકાજ માટે મારઝુડ કરતા હતા અને ઘરના સભ્યો રીઝવાનાબેન આલીદ, શેરૂ ફરજાના શકીફ,બાદરપુરા ફરહાના શહીદ, બોરાણીયા ઈરફાન ઇશાદ, જંગરાલ અલમાં મોહમદ અને જંગલ મોહમ્મદ અબ્દુલ્લા વગેરે તેના પતિને ચડામણી કરતા દિહાયતુલ્લા અસ્માબેનને ફોન પર તલાક આપી દીધા હતા અને તે પછી 25 જૂનના રોજ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે વાગડોદ પોલીસે ઘરેલુ હિંસા કાયદા હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...