તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan ગ્રાન્ટના અભાવે જિલ્લામાં 200 પ્રવાસી શિક્ષકો નવ મહિનાથી પગારથી વંચિત

ગ્રાન્ટના અભાવે જિલ્લામાં 200 પ્રવાસી શિક્ષકો નવ મહિનાથી પગારથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા 200થી વધુ શિક્ષકોને સરકાર દ્વારા છેલ્લા નવ માસનો પગાર ચૂકવવામાં ન આવતા શિક્ષકોની હાલત કફોડી બની છે. સામે નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે શિક્ષકોને સત્વરે પગાર ચૂકવાય તેવી માંગ ઊઠી છે.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીનો પ્રવાસી શિક્ષકોને પગાર ચૂકવાયો નથી : નવરાત્રી દિવાળીના તહેવારો પહેલા પગાર ચૂકવાય તેવી માંગ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરીને તે જગ્યા ઉપર પ્રવાસી શિક્ષકોની હંગામી ભરતી કરી તેમને તાસ દીઠ પગાર આપે છે પરંતુ તેઓને નિયમિત પગાર મળતો નથી.

પાટણ જિલ્લામાં સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 200 જેટલા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે આ શિક્ષકોને એકાદ વર્ષ અગાઉ પગાર નિયમિત ન મળતો હોવાની બૂમ ઉઠવા પામી હતી. બાદમાં શિક્ષકોનો પગાર થયો હતો ત્યારબાદ ફરી ચાલુ વર્ષે 2018માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધી એટલે કે છેલ્લા નવ મહિનાથી પ્રવાસી શિક્ષકોના પગાર ન કરતા શિક્ષકોની હાલત કફોડી બની છે. મોંઘવારીના સમયમાં પ્રવાસી શિક્ષકોને પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા ધાર્મિક પ્રસંગો આવી રહ્યા છે. ત્યારે છેલ્લા નવ માસથી બાકી રહેલો પગાર સમયસર ચૂકવાય તેવી પ્રવાસી શિક્ષકોની માંગ ઉઠવા પામી છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી એસ કે વ્યાસે જણાવ્યું કે પગારની ગ્રાન્ટના અભાવે શિક્ષકોને પગાર ચુકવી શકાયો નથી. આ માટે સરકારમાં દરખાસ્ત કરેેલી છે.

અન્ય સમાચારો પણ છે...