તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan તહેવારમાં ધંધો કરવાની લારી ફેરિયાઓની માંગ પાલિકાએ નકારી

તહેવારમાં ધંધો કરવાની લારી ફેરિયાઓની માંગ પાલિકાએ નકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન મુખ્ય બજાર માર્ગો અને જુના ગંજ બજાર વિસ્તારમાંથી દૂર કરાયેલા ગેરકાયદેસરના નાસ્તાની લારીઓ શાકભાજીની લારીઓ ગલ્લા અને કેબીનોના વ્યવસાયકારો શનિવારની સાંજે પાલિકા પ્રમુખ સમક્ષ નવરાત્રી અને દિવાળીના પર્વને ધ્યાને રાખી પોતાની નિયત સ્થળ પર ઉભા રહી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

પાલિકા દ્વારા દૂર કરાયેલા નાના વ્યવસાયકારોએ પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના પર્વને ધ્યાને રાખી તેઓને પોતાના નિયત સ્થળ પર કોઈપણ પ્રકારના દબાણ વગર ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા પ્રમુખે શહેરમાં નડતરરૂપ દબાણો દૂર કરવાનો સર્વાનુમતે નિર્ણય હોય છતાં બે દિવસ પછી મળનારી પાલિકાની કમિટીમાં નાના વ્યવસાયકારોની રજૂઆતને ધ્યાને રાખી વિચાર વિમર્શ કરી યોગ્ય નિરાકરણ લવાશે તેવી હૈયાધારણા રજૂઆત માટે આવેલા વ્યવસાયકારોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...