તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan પાટણમાં પાણીપૂરી વાળા ભૈયાઓમાં ભયનો માહોલ: ધંધા બંધ કરી વતનમાં જવા લાગ્યા

પાટણમાં પાણીપૂરી વાળા ભૈયાઓમાં ભયનો માહોલ: ધંધા બંધ કરી વતનમાં જવા લાગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | હિંમતનગર તાલુકા ઢૂઢરાની ઘટના બન્યા બાદ પરપ્રાંતિયો પર હુમલા કરી તોડફોડની ઘટનાઓ રાજ્યમાં બની રહી છે ત્યારે પાટણમાં રહેતા અને પાણીપુરીનો વ્યવસાય કરતા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ભૈયાઓને પણ ધમકી મળી હોવાથી પાણીપુરીના મોટાભાગના પરપ્રાંતિયો તેમનો વ્યવસાય બંધ કરી તેમના વતનમાં જવા લાગ્યા છે ત્યારે તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરપ્રાંતીઓના રહેણાંક વિસ્તારોમાં તેમજ બજારમાં એસ.આર.પી અને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પરપ્રાંતિયોએ એસ.પીને મળી દુષ્કર્મી સામે કડક પગલા ભરાયે તેવી માંગ કરી નિર્દોષ ભોગ ન બને તે માટે રક્ષણ આપવા માટે રજૂઆત કરતાં SRP અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરા ઠક્કર સમાજની વાડી સામે અને પાછળના ભાગમાં કુલડીવાસ, હર્ષનગર, ટાયરનગર, ભીલવાસ, સિદ્ધપુર ચોકડી, નવજીવનના પાછળના ભાગે સહિતના વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અંદાજે 450 જેટલા લોકોનો વસવાટ છે. મોટા ભાગના પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા દિવસ અગાઉ પાંચથી સાત યુવકો બાઈક પર આવી લારીઓ બંધ કરી દેવાની ધમકી આપી ગયા હોવાથી મોટાભાગની લારીઓ બંધ કરી દેવાઇ છે અને મોટાભાગના પરપ્રાંતીઓ પરિવારજનો સાથે તેમના વતનમાં જતા રહ્યા છે.

આ મામલામાં તાજેતરમાં પરપ્રાંતીઓએ એસ.પી શોભા ભૂતડાને મળી દુષ્કર્મ આચરનાર વ્યક્તિ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે આ ઘટનામાં નિર્દોષ વ્યક્તિઓ ભોગ ન બને તે માટે રક્ષણ આપવા માટે રજૂઆત કરતાં શહેરમાં પરપ્રાંતીઓના રહેણાંક વિસ્તાર અને બજારોમાં ૬૦ જેટલા એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત સ્થાનિક પોલીસ નો પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે.

બાળકોની પરીક્ષા આવી રહી હોવાથી વાલીઓ ચિંતિત
છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી ઘણા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના પરપ્રાંતીઓ પાણીપુરીનો વ્યવસાય કરી પાટણમાં સ્થાયી થયેલા છે તેમના બાળકો પણ હાલ પાટણમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હવે નવરાત્રી બાદ શાળાઓમાં પરીક્ષા શરૂ થઈ રહી છે એને લઇ તેઓ ચિંતામાં મુકાયા છે તેવુ પરપ્રાંતીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...