તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan પાટણ માર્કેટ યાર્ડમાં 15 દિવસમાં કપાસના ભાવમાં રૂ.80નો કડાકો

પાટણ માર્કેટ યાર્ડમાં 15 દિવસમાં કપાસના ભાવમાં રૂ.80નો કડાકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં પંદર દિવસમાં પ્રતિ મણે રૂપિયા 80 કડાકો બોલાયો છે. આવક વધતાની સાથે ભાવ ગગડી રહ્યા છે . આ વખતે ઉત્પાદન ઓછું હોવાથી વેપારીઓના મતે ભાવ વધવાની શક્યતાઓ જણાઈ રહી છે. હાલમાં આવી રહેલા તહેવારોમાં હાથ છૂટો કરવા કપાસ લોકોના હાથમાં છે ત્યારે ભાવ ઘટાડો થતાં ખેડૂતોને ચિંતા સર્જાય છે.

બજારમાં ઉત્પાદનની આવક વધતા જ ભાવ ગગડવા લાગ્યા ખેડૂતોને અત્યારથી ચિંતા
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 20 સપ્ટેમ્બરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી તે દિવસે પ્રતિ મણે 1036 થી 1216 સુધીના ભાવ પડ્યા હતા અને પ્રથમ દિવસે 170 મણ કપાસની આવક થઈ હતી ત્યારે 15 દિવસમાં શનિવારે આવક વધીને 4,275 મણ થઈ છે. પ્રતિ મણે 961 થી 1136 સુધીના ભાવ પડ્યા હતા એટલે 15 દિવસના તફાવતમાં રૂપિયા 75 થી 80 સુધીના ભાવમાં ઘટાડો જણાયો છે. જોકે હવે ધીમે ધીમે આવક વધવા તરફ જઈ રહી છે દિવાળી નજીક આવતા જથ્થાનું પ્રમાણ વિપુલ માત્રામાં આવશે પરંતુ આ વખતે વરસાદની ઘટવાથી કપાસ નો પાક બગડતા ઉત્પાદન ઘટયુ છે ત્યારે અગાઉના વર્ષોની સરખામણીએ માર્કેયાર્ડમાં કપાસની સિઝન વહેલી પૂર્ણ થઇ શકે છે અને જથ્થાનું પ્રમાણ પણ ઘટી શકે છે. જોકે ગંજબજારમાં કપાસ શરૂ થયો તે વખતની ગુણવત્તા કરતા સારી ગુણવત્તા વાળો જથ્થો આવી રહ્યો છે ભેજનું પ્રમાણ ઘટી ગયું છે.

આ અંગે માર્કેટયાર્ડના ચેરમેન દશરથભાઈ પટેલે જણાવ્યું કે હાલમાં સારી ગુણવત્તાનો કપાસ આવી રહ્યો છે અને ભાવ પણ ગયા વર્ષની સરખામણી કરતા સારા છે.

જ્યારે વેપારી અગ્રણી હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે કપાસની ખરીદી શરૂ થઈ ત્યારથી આજ સુધી મોટા ભાગનો જથ્થો પ્રતિ મણે સરેરાશ રૂપિયા 1050થી 1150ના ભાવે ખરીદાઈ રહ્યો છે સરેરાશ ભાવમાં મોટી કોઈ વધઘટ નથી આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ભાવ વધવાની પણ શક્યતા છે જ્યારે દર વર્ષે માર્ચથી એપ્રિલ સુધી આવક આવતી હતી જે આ વખતે દિવાળી બાદ એકાદ માસ સુધી જથ્થો આવે તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...