તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan સરિયદમાં બ્રહ્માકુમારીઝ ગીતા પાઠ શાળાના નવિન સેન્ટરનું ઉદ્દઘાટન

સરિયદમાં બ્રહ્માકુમારીઝ ગીતા પાઠ શાળાના નવિન સેન્ટરનું ઉદ્દઘાટન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ ખાતે આવેલ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા તાલુકાના 80 થી વધુ ગામોમાં કાયમી ધોરણે ગીતા પાઠશાળાઓ ચાલી રહી છે. જેમાં સરીયદ ગામે પાઠશાળાનું નવીન સેન્ટર શરુ થયું છે જેનો પ્રારંભ આનંદોલ્લાસભેર થયો હતો.

પાટણ સેન્ટરના ઉપક્રમે ગ્રામિણ કેન્દ્રોમાં છેલ્લા ત્રણ વર્ષથી નિયમિતરીતે રાજયોગનો અભ્યાસ અને સત્સંગનો લાભ તમામ ગામોના ભાઈઓ બહેનો લઇ રહ્યા છે. કેટલાય લોકોએ તનાવ મુક્ત જીવન બનાવ્યું છે. વ્યસનમુક્તિ થયા છે. અંધ શ્રદ્ધાનો ત્યાગ કર્યો છે. આ પ્રસંગે પાટણ કેન્દ્રના પ્રશાશીકા નીલમદીદીએ કહ્યું કે રાજયોગ શ્રેષ્ઠ જીવન બનાવવાની ચાવી છે. તેનો અભ્યાસ કરવાથી મન શાંત બને છે. કર્મેન્દ્રિયો પાર કાબૂ મેળવી શકાય છે. સરીયદ ગામના સરપંચે કહ્યું કે અમારા ગામમાં આ ખુબ સારી પ્રવૃત્તિ થઇ રહી છે જે લોકોના જીવનમાં આધ્યાત્મિકતા પ્રબળ બનાવી રહી છે .બ્રહ્માકુમારી સંસ્થાનું કામ ખુબ સરાહનીય છે. અમારો સાથ અને સહકાર સદા રહેશે.

અન્ય સમાચારો પણ છે...