તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan અઘાર અંબાજીપુરા શાળામાં ગાંધી જ્યંતિએ સ્પર્ધાઓ

અઘાર અંબાજીપુરા શાળામાં ગાંધી જ્યંતિએ સ્પર્ધાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરુપે સરસ્વતી તાલુકાના અઘાર સીઆરસીની અંબાજીપુરા શાળામાં કલા ઉત્સવની ઉજવણી કરી હતી. જેમાં ધોરણ 6 થી 8ની શાળાઓમાથી 24 જેટલાં વિદ્યાર્થીઓએ કાવ્યલેખન, નિબંધ લેખન, ચિત્ર તથા વક્તૃત્વ ભાગ લીધો હતો. તમામ બાળકોને પ્રમાણપત્ર તથા ઈનામ આપી સન્માન કર્યુ હતુ. પાટણ આર્ટસ કોલેજના પ્રોફેસર અને કવિ વિષ્ણુભાઈ પટેલે વિશેષ માર્ગદર્શન માટે ઉપસ્થિત હતાં. અઘાર સીઆરસી કો.ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ વિષ્ણુભાઈ પટેલનું સન્માન કર્યુ હતું. શાળાના મધુબેન પટેલ તથા સુરેશભાઈ પટેલે જહેમત ઉઠાવી અને સંચાલન દિલિપસિંહ ગોહિલે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...