તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan રવિ સિઝનના પાકોને બચાવવા 8ના બદલે 10 કલાક વીજળીની માંગ

રવિ સિઝનના પાકોને બચાવવા 8ના બદલે 10 કલાક વીજળીની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | જિલ્લામાં ચાલુ સાલે ચોમાસા દરમિયાન થયેલા નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે હાલમાં રવિ સીઝનની ખેતી માટે વીજકંપની દ્વારા આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેરને યુવા કિસાન સંગઠન પાટણ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોને હાલમાં ખેતરની ગાળવણી ઉપરાંત વાવેતર કરાયેલા એરંડા, કપાસ, ડાંગર સહિતના પાકોને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાય
અનાવાડા યુવા ખેડૂત અને યુવા કિસાન સંગઠનના કાર્યકર મેહુલ પટેલે જણાવ્યુ હતું કે ચાલુ સાલે પાટણ જિલ્લામાં નહીવત વરસાદના કારણે ખેડૂતોના વાવેતર કરાયેલા પાકો મોટાભાગે નિષ્ફળ રહ્યા છે જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે તો હાલમાં રવી સીઝનમાં વાવેતર છે ખેડૂતોને અપાતો આઠ કલાકનો વીજ પુરવઠો ફરીથી સરકારના આદેશ અનુસાર 10 કલાકનો કરવામાં આવે તો પાટણ જિલ્લાના ખેડૂતોને હાલમાં ખેતરની ગાળવણી ઉપરાંત વાવેતર કરાયેલા એરંડા, કપાસ, ડાંગર જેવા પાકોને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાય તેમ હોય આ બાબતે વીજ કંપની દ્વારા પાટણ જિલ્લાના વીજ વપરાશ કરતા 15000 જેટલા ખેડૂતોને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે વિજપુરવઠામાં બે કલાકનો વધારો કરવામાં આવે તેવી માંગ સાથે યુવા કિસાન સંગઠન પાટણ દ્વારા વીજ કંપનીના નાયબ ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...