Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - દબાણ હટાવો ઝુબેશના બીજા દિવસે જુનાગંજ બજારના દબાણો હટાવાયા

દબાણ હટાવો ઝુબેશના બીજા દિવસે જુનાગંજ બજારના દબાણો હટાવાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 AM

ફરી કેબિન હટાવતા મહિલા કોર્પોરેટરના પતિ અને પાલિકાના એસ.આઈ સાથે ચકમક

  • Patan - દબાણ હટાવો ઝુબેશના બીજા દિવસે જુનાગંજ બજારના દબાણો હટાવાયા
    પાટણ નગરપાલિકા દ્વારા શનિવારના બીજા દિવસે પણ શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં દબાણ કરીને ઉભા રહેતા 15 જેટલા નાસ્તાની લારીઓ તેમજ પાનના કેબિનો ચા-ના કાઉન્ટરોને કેન્દ્રમાં રાખીને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. કનસડા દરવાજા પાસેથી શુક્રવારે જપ્ત કરાયેલ ચાનું કેબિન વોર્ડ નંબર 9 ના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા પાલિકા કેમ્પસમાંથી લાવી ફરીથી રમતગમત સંકુલના દરવાજા પાસે ઉભૂ કરાતા શનિવારે હટાવી લેવાતાં મહિલા કોર્પોરેટરના પતિ અને પાલિકાના એસ.આઈ સાથે ચકમક થઈ હતી. જો કે, દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયેલા પોલીસ કર્મીઓએ મધ્યસ્થ મામલો શાંત પાડ્યો હતો.

    પોસ્ટ ઓફિસ પાસે ઉભા રહેતા શાકભાજીની લારીઓ વાળા દિવસભર જોવા ન મળ્યા

    જુના ગંજ બજાર વિસ્તારમાં વર્ષોથી ચાલતી મોરલી ચા ના ત્રણ કાઉન્ટર પ્લાસ્ટિકની પાણીની ટાંકી તેમજ બેસવા માટેની લાકડાની પાટલીઓ સહિત હાર્ડવેરની દુકાન બહાર મૂકેલા સામાનને દૂર કર્યો હતો. જો કે, જુના ગંજ બજાર વિસ્તારમાં પાથરણાં પાથરીને શાકભાજીનો વ્યવસાય કરતા 10થી 12 જેટલા પટણી વેપારીઓને ધંધો કરવાની છૂટ આપી હતી તો પાલિકા દ્વારા પાલિકા દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવો ઝુંબેશને લઈને શહેરના હેડ પોસ્ટ ઓફિસ પાસે ઉભા રહેતા શાકભાજીની લારીઓ વાળા આજે દિવસભર જોવા મળ્યા ન હતા. જો કે, મોડી સાંજે બગવાડા દરવાજા પાસેના એસ.કે ભવન નજીક વેરાઈ ચકલા તરફના માર્ગ પર કેટલાક શાકભાજીની લારીઓવાળાએ પોતાની લારીઓ ઉભી રાખતા આ વિસ્તારના વેપારીઓએ શાકભાજીની લારીઓ વાળાનો વિરોધ કર્યો હતો. જેના કારણે શાકભાજીની લારીઓ વાળાને આ જગ્યા પણ છોડવાનો વારો આવતા રોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ