Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણમાં જાહેર માર્ગો પરના પાર્કિંગ બોર્ડ દશકાથી ગાયબ થઇ ગયા

પાટણમાં જાહેર માર્ગો પરના પાર્કિંગ બોર્ડ દશકાથી ગાયબ થઇ ગયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 AM

Patan News - પાટણ શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે અને વાહનોની ભરમાળ પણ વધી રહી છે ત્યારે શહેરમાં અગાઉ માર્ગો પર...

  • Patan - પાટણમાં જાહેર માર્ગો પરના પાર્કિંગ બોર્ડ દશકાથી ગાયબ થઇ ગયા
    પાટણ શહેરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે અને વાહનોની ભરમાળ પણ વધી રહી છે ત્યારે શહેરમાં અગાઉ માર્ગો પર લગાવાયેલા પાર્કિંગ સ્ટેન્ડ છેલ્લા દશકાથી ગાયબ થઇ ગયા છે અને એક પણ સ્થળે આવા બોર્ડ જોવામાં મળતા નથી. દશકા અગાઉ ભારે દબાણ ઝુંબેશ હાથ ધરાઇ હતી ત્યારે રસ્તાઓ પહોળા કરવા આવા બોર્ડ દૂર કરી દેવાયા હતા તે પછી ફરીથી લગાવવામાં આવ્યા નથી. શહેરના બગવાડા ચોકમાં પોલીસ ચોકી પાસે, નેશનલ ચેમ્બર પાસે, રેલવે સ્ટેશન પાસે, ચતુર્ભુજ બાગ પાસે, હિગળાચાચર ચોક, જુના ગંજ બજાર, સુભાષચોક, બસ સ્ટેન્ડ રોડ, ઘી બજાર, ત્રણ દરવાજા સહિત અન્ય સ્થળે રીક્ષાના અને જીપો માટે પાર્કિંગ ફાળવેલા હતા.જ્યાં હાલે કોઇ પણ સ્થળે પાર્કીંગના બોર્ડ રહ્યાં નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ