પાટણના બગેશ્વર મહાદેવમાં શિવયજ્ઞ યોજાયો

પાટણ : પાટણ ખાતે રેલવે સ્ટેશન માર્ગ પર આવેલા પ્રસિદ્ધ શ્રી બગેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ વૈદિક...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Patan - પાટણના બગેશ્વર મહાદેવમાં શિવયજ્ઞ યોજાયો
પાટણ : પાટણ ખાતે રેલવે સ્ટેશન માર્ગ પર આવેલા પ્રસિદ્ધ શ્રી બગેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના અને અભિષેક થયા હતા. જ્યાં શનિવારે શિવ યજ્ઞનું આયોજન કર્યું હતું. અહીં શ્રાવણના દર સોમવારે ભગવાન શિવજીની વિવિધ આંગી રચનાઓ કરી હતી. આ યજ્ઞના યજમાન પદે સોમાભાઈ પટેલ, કાંતિભાઈ ઉમેદભાઈ પટેલ, કિરીટભાઈ ચૌધરી, ભાવિકભાઈ રાવલ અને બળદેવભાઈ દેસાઈ પરિવારે લાહ્વો લીધો હતો. યજ્ઞની વિધિ શહેરના પ્રદીપભાઈ મહારાજ સહિતના ભૂદેવોએ કરાવી હતી. મંદિરના પૂજારી કમલેશભાઈ સહિત સેવકો દ્વારા વ્યવસ્થાઓ ગોઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિવ ભક્તોએ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

X
Patan - પાટણના બગેશ્વર મહાદેવમાં શિવયજ્ઞ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App