Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - એમ.કે. એજ્યુ. કેમ્પસમાં એન્જિનિયરીંગ દિવસની ઊજવણી

એમ.કે. એજ્યુ. કેમ્પસમાં એન્જિનિયરીંગ દિવસની ઊજવણી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 AM

Patan News - પાટણ : શનિવારના રોજ પાટણના માતરવાડી સ્થિત એમ કે કોલેજ સંકુલમાં એન્જીનીયરીંગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં આ...

  • Patan - એમ.કે. એજ્યુ. કેમ્પસમાં એન્જિનિયરીંગ દિવસની ઊજવણી
    પાટણ : શનિવારના રોજ પાટણના માતરવાડી સ્થિત એમ કે કોલેજ સંકુલમાં એન્જીનીયરીંગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં આ ક્ષેત્રની મહત્તા અને અગત્યતા સહિત તેની વિશ્વસનીયતા અંગે ચર્ચાઓ કરી હતી. કેક પણ કાપી સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા હતા.કેમ્પસમાં એમ.કે. કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીકલ રિસર્ચ(ડિગ્રી),એમ.કે.ઇન્સ્ટીટયુટ ઓફ ડીપ્લોમા સ્ટડીઝ એન્ડ ટેકનોલોજીકલ રીસર્ચ (ડીપ્લોમા) અને એમ.કે. ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખાતે એન્જીનીયરીંગ દિવસ ઊજવ્યો હતો. જેમાં એમ.કે.એજ્યુકેશન કેમ્પસના પ્રેસિડેન્ટસર મુકેશભાઇ પટેલ, ડિગ્રી પ્રિન્સીપલ, ડીપ્લોમા પ્રિન્સીપલ, આઈટીઆઈ પ્રિન્સીપલ,સ્ટાફ મિત્રો તેમજ તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ દિવસને ખુબજ ભવ્યતાથી ઊજવ્યો હતો. મુકેશભાઇ પટેલે માર્ગદર્શન આપ્યું હતું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ