• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હારિજના ચકચારી હત્યા કેસમાં વકીલ આરોપીને આગોતરા જામીન ન મળ્યા

હારિજના ચકચારી હત્યા કેસમાં વકીલ આરોપીને આગોતરા જામીન ન મળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજમાં પાલિકાના પૂર્વ પ્રમુખની હત્યાનાં કેસમાં આરોપી ગૌતમભાઇ રાજાભાઇ ભરવાડ જેઓ વકીલ પણ છે તેઓની આગોતરા જામીન અરજી અત્રે સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.

હારીજ ખાતે 19 ડીસેમ્બર 2017ના રોજ જાસ્કા ચાર રસ્તા પાસે ભરવાડ શખસો દ્વારા ઝગડાના સમાધાન માટે બોલાવી પૂર્વ પાલિકા પ્રમુખ મથુરજી ઠાકોર પર રિવોલ્વર સહિતના હથિયારોથી હુમલો કરતાં તેમનું મોત નિપજ્યું હતું. જેમાં અેક અારોપી ગૌતમભાઇ રાજાભાઇ ભરવાડ જેઅો વકીલ પણ છે. તેઅોઅે બનાવ વખતે હારિજ ખાતે નહી પણ જનતા હોસ્પિટલ પાટણ ખાતે માસીના દિકરાની સારવાર કરાવવા આવેલ હતા અને ગુનો ન કર્યો હોવા છતાં જેલમાં રહેવું પડે જેથી વકિલાતના વ્યવસાય ને પ્રતિકૂળ અસર થઇ શકે છે તેવી રજુઆત કરી હતી પણ આ અરજી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ સેશન્સ જજ એમ.કે.દવે સમક્ષ ચાલી જતાં એપીપી એમ.ડી.પંડ્યાની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાની દલીલ ગ્રાહ્ય રાખી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...