• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • છોટાહાથીની ટક્કરે બાઇક ચાલક વડાના યુવાનનું મોત,એકને ઈજા

છોટાહાથીની ટક્કરે બાઇક ચાલક વડાના યુવાનનું મોત,એકને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ-ચાણસ્મા રોડ પર બુધવારની રાત્રે છોટાહાથી ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં બાઇક પર સવાર બે યુવાનોમાંથી એકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે બીજા ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઘટના સ્થળે છોટાહાથી ગાડીનો ચાલક ગાડી મુકી નાશી ગયો હતો

કાંકરેજ તાલુકાના વડા ગામના દશરથસિંહ દેવાભા વાઘેલા અને વાઘુભા બદસંગજી વાઘેલા બંને બેચરાજી તાલુકાના વીડલાપુરા ગામે તેમની સંબંધીને ત્યાં મુલાકાત લઇને પરત બુધવારે વડા ગામે નીકળ્યા હતા. ચાણસ્મા-પાટણ હાઇવે પર મીઠી વાવડી ગામ નજીક છોટાહાથી ગાડી સાથે અકસ્માત સર્જતા બાઇક સવાર રોડ પર પટકાયા હતા. જેમાં વાઘુભાને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું. જ્યારે દશરથસિંહને ફ્રેક્ચર થયું હતું. આ અંગે દશરથસિંહે પાટણ તાલુકા પોલીસ મથકે છોટાહાથી ગાડી જી જે 8 ઝેટ 7685ના ચાલક સામે ગુન્હો નોંધાયો હતો.જેની તપાસ પીએસઆઈ બી.ડી.પરમાર ચલાવી રહ્યા હતા. તેવું આ ઘટના સ્થળે પંચનામું કરી રહેલા જમાદાર જયંતિભાઇ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...