• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના પાલડી પાસે નવીન બાળ સંરક્ષણ ગૃહ ટૂંકમાં કાર્યરત થશે

પાટણના પાલડી પાસે નવીન બાળ સંરક્ષણ ગૃહ ટૂંકમાં કાર્યરત થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય બાળ આયોગના ડાયરેકટરે પાટણ-સેદ્રાણાની મુલાકાત લીધી

પાટણનજીક પાલડી ગામ પાસેના અશ્વફાર્મ નજીક નવીન બાળ સંરક્ષણ ગૃહનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે હવે પૂર્ણતાના તબક્કે છે અને ટુંકમાં તે કાર્યરત થશે તેમ અત્રે ગુજરાત રાજ્ય બાળ આયોગના ડાયરેકટર ડો. રાજુલબેન દેસાઇએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા ડો. દેસાઇએ પાટણ ખાતે જુની પોલીસ અધિક્ષક કચેરીમાં હોસ્પિટલ સંકુલમાં ચાલતા ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમની મુલાકાત લઇ આશ્રય લેતા બાળકો અને સંસ્થાના કાર્યવાહકો સાથે વાતચીત કરી હતી. જેમાં બાળકોના પ્રશ્નો, સુરક્ષા, સલામતી, વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું .જ્યાં ચાઇલ્ડ વેલફેર કમીટીના સભ્યો સાથે બેઠક કરી જરૂરી સૂચના આપી હતી. પ્રસંગે જિલ્લા યુનિટ અધ્યક્ષ મધુબેન સેનમા, નલીનીબેન માને, ભાવનાબેન પટેલ, ઉષાબેન બુચ ,લીગલ અેડવાઇઝર જ્યોત્સનાબેન નાથ,બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પ્રજાપતિ, પ્રોટેકશન ઓફીસર કલ્પેશભાઇ વાણીયા, કાઉન્સીલર નિલેષભાઇ દેસાઇ વગરે પણ ચર્ચામાં સામેલ થયા હતા. તેઓએ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે સેસન્સ જજ એમ.કે.દવે સાથે મુલાકાત કર્યા બાદ સેદ્રાણા ખાતે કલરવ બાળ સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...