• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સરસ્વતીના ધનાસરા ગામના ખેડુતોની જમીન વ્હોળામાં ધોવાઇ

સરસ્વતીના ધનાસરા ગામના ખેડુતોની જમીન વ્હોળામાં ધોવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20 ખેડુતોની 10 વિધા જેટલી જમીન ધોવાઇ

સરસ્વતીતાલુકાના ધનાસરા ગામના ખેડુતોની જમીન વ્હોળામાં પાસે આવેલ છે જે ભારે વરસાદથી વ્હોળાના કિનારે આવેલી જમીન ધોવાઇ ગઇ હતી.

ધનાસરા અને રખાવ ગામની વચ્ચે વ્હોળો પસાર થાય છે. જેમાં 20 ખેડુતોની 10 વિધા જેટલી જમીન ધોવાઇ ગઇ હતી. જેમાં 40 ફુટ જેટલી જમીન દોઢ કિલોમીટર સુધી ધોવાઇ જવાથી ખેડુતો ચિંતામાં મુકાયા છે. જ્યારે બાબુભાઇ પરાગભાઇ જોષી જણાવ્યુ કે તેમને 7 વિધા જમીન વ્હોળામાં ધોવાઇ ગઇ છે. તેમા દેવચંદભાઇ જોષી, રધુભાઇ જોષી કહેતા હતા કે જમીન રેત બની જતા ખેડુતોને રાતા પાણીઅે રોવાનો વારો આવ્યો છે.

અનેક વાર રજુઆત કરવા છતા કોઇ સહાય રૂપે કંઇ સરકાર તરફથી મળતી નથી. જિલ્લા પંચાયત પાટણ, સરસ્વતી મામલતદાર, ધારાસભ્ય રણછોડભાઇને જાણ કરવા છતાં કોઇ આજ દિન સુધી આવ્યું નથી તેવું તાલુકા પંચાયત સદસ્ય ડાહ્યાભાઇ જોષી જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...