જિલ્લામાંથી 47 જુગારીઓ પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજના કાઠી-કુકરાણામાંથી 16 શંખેશ્વરના પાડલા-લોલાડામાંથી 10 શકુનિઓ ઝડપાયા

પાટણના ધાયણોજ, કમલીવાડા, ડેરમાંથી 16 સિદ્ધપુરના ફુલપુરમાંથી 5 શકુનિઓ ઝડપાયા

હારીજના કાઠી ગામે ગોવિંદજી ચતુરજી ઠાકોર જુગાર રમાડતો હોવાની બાતમી આધારે રેડ કરીને રોકડ સહીત રૂ.16,570ના મુદ્દામાલ સાથે 10 શકુની ઓને પકડી પાડ્યા હતા. અંગે પોલીસ મથકે ઠાકોર ગોવિંદજી ચતુરજી, ઠાકોર હરગોવનજી બાબુજી, ઠાકોર શૈલેષજી ચતુરજી, ઠાકોર દશરથજી ધારસિંહજી, ઠાકોર જયરામજી મોપતાજી, ઠાકોર ઉદેસંગજી વેરશીજી, ઠાકોર શૈલેષજી રમેશજી, ઠાકોર પદમાજી રમેશજી, ઠાકોર કિરણજી બચુજી, ઠાકોર ગોપાળજી સરદારજી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કુકરાણા ગામે પોલીસે રેડ કરીને શકુનીઓને રૂ.2,280ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. અંગે પોલીસ મથકે નાણેયા ગોપાળભાઇ નાગજીભાઇ, દુદાભાઇ પિતાંબરભાઇ વણકર, ધિરજકુમાર બાબુલાલ મકવાણા, ભરતસિંહ વજેસિંહ રાઠોડ, પ્રકાશભાઇ જેઠાભાઇ દવે,મોહનભાઇ અમથાભાઇ વણકર સામે ગુન્હો નોંધાયો હતો.

શંખેશ્વર તાલુકાના પાડલા ગામમાંેથી પાંચ શખ્સોને રૂ.2,030ની રોકડ સાથે જ્યારે લોલાડાની સિમમાંથી 10,460ની રોકડ સાથે પાંચ શકુનીઓને પકડી પાડ્યા હતા.આ અંગે પોલીસ મથકે પાટલાના ઠાકોર લાલભાઇ ગુગાભાઇ, ભટ્ટી નજુભાઇ રસુલાખાન, ભટ્ટી ગનીભાઇ લાલુમીયા, ઠાકોર લાલાજી લાધુજી, ઠાકોર ગોપાલભાઇ લાખાભાઇ સામે ગુન્હો નોંધ્યો હતો. જ્યારે લોલાડા માંથી ઠાકોર જામાજી સોમાજી, ઠાકોર ધમાજી રાયસંગજી, ઠાકોર કટુજી લાધુજી રહે.લોલાડા અને ઠાકોર સુખાભાઇ અજાભાઇ, ઠાકોર કાળુભાઇ અંબારામભાઇ રહેતા સિપુર સામે ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...