વાધણાનો શખસ બે તમંચા સાથે ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સિદ્વપુરતાલુકાના ઉમરૂ ગામની ચોકડી નજીકથી વાધણા ગામના એક શખસને બે તમંચા સાથે પકડી પાડ્યો હતો.

સિદ્વપુર તાલુકાના ઉમરૂ ચોકડી નજીક ઉભેલા વાઘણા ગામનો એક શખસ પાસે તમંચો હોવાની પાટણ એસઓજી પોલીસને બાતમી મળતા એસઓજી પીઆઇ આર.આર.સિંઘાલની ટીમે બાતમી આધારે છાપો મારી વાધણાં ગામના નેમતુલ્લા આદમભાઇ દાઉદભાઇ મુમનને પકડી પાડ્યો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટના બે તમંચા રૂ. 10 હજાર મળી આવ્યા હતા. પોલીસે નેજા પાસેથી તમંચા જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. તે તમંચા કોની પાસેથી લાવ્યો છે. અને શું કામ માટે લાવેલો હતો. તેની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અંગે કાકોશી પોલીસ મથકે શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...