તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ અેમ અેન હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ ખાતે શેઠ એમ.એન હાઇસ્કૂલમાં સમાવિષ્ટ શાળાઓ એન જી પટેલ પ્રાથમિક શાળા ,વનરાજ પ્રાથમિક શાળા, મેનાબેન પ્રાથમિક શાળા, ઠક્કરબાપા પ્રાથમિક શાળા અને આંગણવાડીનો સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બેટી બચાવો અને બેટી પઢાવો, પાણી બચાવો, વૃક્ષારોપણ અંગે પ્રવચન થયા હતા. આંગણવાડીના બાળકોને અને ધોરણ 9 ના બાળકોને દફતર પાઠ્યપુસ્તક આપી પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગેપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાટણ ડાયટના પ્રોફેસર પિન્કીબેન રાવળ, બી.આર.સી તુષારભાઈ, સીઆરસી ભરતભાઈ દાતા અને પૂર્વ વિદ્યાર્થી સ્મિતાબેન ભોજક, હાઈસ્કૂલના આચાર્ય ચંદ્રકાંત પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય ખેતન મોદી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...