તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ડાયવર્ટ કરાયેલા રેલવે ટ્રેક માટે 3.45 કરોડના ખર્ચે કામગીરી શરુ

પાટણમાં ડાયવર્ટ કરાયેલા રેલવે ટ્રેક માટે 3.45 કરોડના ખર્ચે કામગીરી શરુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં રાણકીવાવ પાસેથી રેલ્વે ટ્રેક દૂર ખસેડાયા બાદ સહસ્ત્રલિંગ તળાવ તરફ જતાં આવતા તોરણ કાફેટેરીયા પાછળથી નિકળી રહ્યો છે અને બંને તરફ ટ્રેક માટે જમીન પર માટીકામ કરાયા બાદ ત્રણ નાના ઓવરબ્રિજની કામગીરી હાથ ધરી છે. દરમિયાન રેલવે અને કોયલા મંત્રી પિયષ ગોયલે આ અંગે હાથ ધરવાની થતી કામગીરી માટે નિર્ણય લેવા સબંધિત વિભાગોને સૂચના આપી છે.

પાટણ ખાતે રેલવે અને મોનુમેન્ટ ઓથોરિટીના અધિકારીઓની ટીમ આવી હતી તે પછી આ મામલે એક હપ્તામાં નિર્ણય થવાની અને એનઓસી આપવાની ખાત્રી આપી હતી. પરંતુ હજુ મંજૂરી આપવામાં અખાડા થઇ રહ્યા છે. આ મામલે સાંસદ કિરીટ સોલંકી દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયલને ત્વરિત નિર્ણય માટે લખ્યું હતું. જેમાં તેઓએ રજૂઆત સબંધિત ડાયરેકટોરેટમાં મોકલી યોગ્ય નિર્ણય કરવા સૂચના આપી છે. જો કે, હજુ કોઇ નિર્ણય આવ્યો નથી તેમ સાંસદ કાર્યાલયને ટાંકતાં પાટણ વિકાસ સમિતીના હર્ષદ ખમાર અને દેવજીભાઇ પરમારે જણાવ્યું હતું.

બે કિમીના અંતરમાં આઠ નાળા-ઓવરબ્રિજ બનાવાશે
રેલ્વે વિભાગ દ્વારા આશરે બે કિમીનો ટ્રેક બિછાવવા માટે કચ્છની અેજન્સીને રૂ.3.45 કરોડના ખર્ચે કામ સુપરત કર્યું છે. જેમાં આટલા અંતરમાં આઠ નાળા ઓવરબ્રિજ બનાવાશે. હાલે ટ્રેક બીછાવવા માટે માટીનો ટ્રેક બનાવાયો છે. કરંડિયા વીર પાસે વાયર ફેન્સિંગ અને એક મકાન કપાતમાં જવાનું છે તે બાધાઓ હજુ દૂર થઇ નથી. જો કે, કંપનીના સાઇટ ઇન્ચાર્જ રાજેશભાઇ કાપડીએ આગામી 15 અોગસ્ટ સુધીમાં નિર્ધારિત અવધિમાં કામ પૂર્ણ થઇ જવાની ધારણા જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...