• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુરમાં પેન્શનરોના કામોનું નિરાકરણ થતાં પાલિકા પ્રમુખનો સન્માન સમારંભ

સિદ્ધપુરમાં પેન્શનરોના કામોનું નિરાકરણ થતાં પાલિકા પ્રમુખનો સન્માન સમારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુર નગરપાલિકાએ સને 1986માં કર્મચારીઓ માટે પેન્શન સ્કીમ સ્વીકાર્યા બાદ હાલમાં 161 પેન્શનર લાભ મેળવી રહ્યા છે. આ પેન્શનરોને નિવૃતિ બાદ મળતા ગ્રેજ્યુઇટી રોકડ રૂપાંતર હકક રજાના પગાર તેમજ નિયમિત પેન્શન માટે ઘણી રાહ જોવી પડતી હતી. છેલ્લા 10 વર્ષથી કાયમી કર્મચારી કરતા પેન્શનરોને 5 થી 6 પેન્શન મોડા ચુકવાતા હતા. આને કારણે પેન્શન આધારીત કર્મચારીઓ આર્થિક મુશ્કેલી અનુભવતા હતા.

આ બાબતની રજૂઆત પેન્શનરોએ પાલિકા પ્રમુખ અજીતકુમાર મારફતીયા અને મુખ્ય અધિકારી જિગ્નેશકુમાર બારોટને કરતા આ બાબતને ગંભીર ગણી પેન્શનરોના હિતમાં નિર્ણય લઇ એક જ માસમાં પાંચ પેન્શનના રૂ.72 લાખ, 48 પેન્શનરોને હક્ક રજાના રૂ.60 લાખ તેમજ 28 પેન્શનરોને ગ્રેજયુઇટીના રૂ.1 કરોડ 47 લાખ ચુકવી નગરપાલિકા માથેથી દેવાનો બોજ હળવો કરી દેતા પેન્શનરોમાં આનંદ છવાયો છે. તેથી આ પેન્શનરોએ પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને બુકે આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...