તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan સિક્કો નાખતા પાણીની બોટલ મળે તેવા પાટણમાં એટીએમ નાખવામાં આવશે

સિક્કો નાખતા પાણીની બોટલ મળે તેવા પાટણમાં એટીએમ નાખવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરમાં પાલિકા દ્વારા શહેરવાસીઓને માત્ર બે રૂપિયામાં 10 લિટર પાણી આપવાનો પ્રોજેક્ટ કરાઈ રહ્યો છે તેમાં પાણીનું એટીએમ ટેકનોલોજી પણ લાવવા વિચારાઈ રહ્યું છે. હાલમાં વોટર વર્કસ શાખા દ્વારા આગામી સામાન્ય સભામાં રજૂ કરાનાર છે.

ATM સિસ્ટમમાં સિકો નાખતાં 250 ML, 500 ML અને એક લીટરની પાણીની બોટલ મળે તેવી વ્યવસ્થા હોય છે : વોટર વર્કસ શાખાના ચેરમેન
પાલિકા દ્વારા તાજેતરમાં બે રૂપિયે 10 લિટર મિનરલ વોટર આપવાની યોજના બનાવી હતી. જેને પગલે વોટર વર્કસ શાખા શાખા દ્વારા એટીએમ ટેકનોલોજી દ્વારા સિક્કો નાખતા પાણીની બોટલ મળે તેઓ પ્રોજેક્ટ બનાવવા કામગીરી હાથ ધરાઇ છે.

વોટર વર્કસ શાખાના ચેરમેન ધર્મેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ હાલમાં આવો પ્રોજેક્ટ નવી દિલ્હી તેમજ અન્ય મેગાસિટીમાં છે. પાટણ પાલિકા દ્વારા તેનો અભ્યાસ હાથ ધરાયો છે કેટલો ખર્ચ થશે શું કરવું પડશે જેનો વિગતવાર રિપોર્ટ એસ્ટીમેન્ટ સાથે તૈયાર કરીને આગામી સામાન્ય સભામાં રજુ કરવાના છીએ. એટીએમ સિસ્ટમમાં સિકો નાખતા 250 એમ એલ, 500 એમએલ અને એક લીટર પાણીની બોટલ મળી જાય તેવી વ્યવસ્થા હોય છે. અમે આપણા પાટણમાં આ સુવિધા કરવા જઈ રહ્યા છીએ.

ST, રેલ્વે સ્ટેશન અને સરકારી કચેરીએ સુવિધા ઉપલબ્ધ કરવા વિચારણા
શહેરમા નવીન અત્યાધુનિક બસ સ્ટેશન, હાલના રેલ્વે સ્ટેશન અને રાણકીવાવ પાસે નિર્મિત થનાર રેલ્વેટેશન સહિત મામલતદાર અને કલેકટર કચેરી જેવા સરકારી કચેરી સંકુલમાં સુવિધા ઉપલબ્ધ કરવા વિચારાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...