• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - સમી તાલુકાના જાખેલ ગામે ચુલો સળગાવતાં દાઝેલી યુવતીનું મોત

સમી તાલુકાના જાખેલ ગામે ચુલો સળગાવતાં દાઝેલી યુવતીનું મોત

ચુલામાં કેરોસીન છાંટતાં ભડકો થતાં શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Patan - સમી તાલુકાના જાખેલ ગામે ચુલો સળગાવતાં દાઝેલી યુવતીનું મોત
સમી તાલુકાના જાખેલ ગામે એક યુવતી તેના ઘરે ચ્હા બનાવી રહી હતી ત્યારે ચુલાનો ભડકો થતાં કપડાં સળગી ઉઠતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી તેનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

સમી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઠાકોર જુમીબેન આત્મારામભાઇ ઉ.વ. 23 ગુરૂવારે રાત્રે 10:30 કલાકના સુમારે ઘરે ચુલા પર ચા બનાવી રહી હતી ત્યારે લાકડા ભીના હોઇ કેરોસીન છાંટતાં અચાનક ભડકો થતાં તેણે પહેરેલ કપડાં સળગી ઉઠ્યા હતા અને શરીરે ગંભીર રીતે દાઝી ગઇ હતી. યુવતીને પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેણીનું શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે તેના કાકા હરચંદજી અમરતભાઇ રહે.જાખેલ ઉમેદપુરાએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

X
Patan - સમી તાલુકાના જાખેલ ગામે ચુલો સળગાવતાં દાઝેલી યુવતીનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App