મોટા નાયતા પાસે ઊંઝાના યુવકનું ઝેરી દવા પીવાથી મોત

મૂળ કાંકરેજ તાલુકાના ઉણ ગામના રહીશનું ધારપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Patan - મોટા નાયતા પાસે ઊંઝાના યુવકનું ઝેરી દવા પીવાથી મોત
સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતાં તેને 108 દ્વારા ધારપુર ખસેડાયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ શખ્સ ઉંઝા ખાતે રહેતો હતો અને મૂળ કાકરેજના ઉણ ગામનો રહીશ હોવાની ઓળખ થઇ હતી.

વાગડોદ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત મંગળવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે મોટા નાયતા ગામના બસસ્ટેન્ડ પર કોઇ અજાણ્યો શખ્સ ઉલટીઓ કરતો હોઇ આજુબાજુના લોકોએ એકઠા થઇ 108 ને જાણ કરતા 108 દ્વારા અજાણ્યા શખ્સને ધારપુર ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર હાથ ધરાઇ હતી જેમાં શુક્રવારે તેનું મોત થયું હતું. આ યુવક મૂળ કાંકરેજ તાલુકાના ઉણ ગામનો વતની છે અને તે હાલે ઉંઝા ખાતે કામલી રોડ પર ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતો હતો તેણે કયા કારણસર ઝેરી દવા પીધી હતી તેની તપાસ હાથ ધરાઇ છે.

X
Patan - મોટા નાયતા પાસે ઊંઝાના યુવકનું ઝેરી દવા પીવાથી મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App