Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - બાઇક પર બીજી છોકરીને કેમ બેસાડે તેમ પૂછતાં પતિએ પત્નીને મારમાર્યો

બાઇક પર બીજી છોકરીને કેમ બેસાડે તેમ પૂછતાં પતિએ પત્નીને મારમાર્યો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:11 AM

પાટણમાં મહિલાએ પતિના ત્રાસથી ફરિયાદ નોંધાવી

  • Patan - બાઇક પર બીજી છોકરીને કેમ બેસાડે તેમ પૂછતાં પતિએ પત્નીને મારમાર્યો
    પાટણ શહેરના નીલમ સિનમા પાસે આવેલ પનાગર વાડામાં રહેતા યુવકને તેની પત્નીએ બાઇક પર બીજી છોકરીને કેમ બેસાડે છે તેમ કહી ઝગડો કરતાં તેના પતિએ મારઝુડ કરી ત્રાસ આપતાં મહિલાએ તેના પતિ સામે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

    શહેરમાં પનાગરવાડામાં રહેતા દિલાવરખાન યારેખાન બલોચ તેના બાઇક પર અન્ય કોઇ છોકરીને બેસાડતા હોવાની જાણ તેમના પત્ની સાયરાબાનુને થઇ જતાં તેમણે તેના પતિને આ બાબતે પૂછતાં દિલાવરખાને ઉશ્કેરાઇ જઇ હું ગમે તેને લઇને ફરીશ તેમ ઉડાઉ જવાબ આપી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. વળી દિલાવર ઘરમાં પૈસા આપતો ન હોઇ અવારનવાર મારઝૂડ કરી ત્રાસ આપતા હોઇ તારી મારા ઘરમાં જરૂર નથી તું અહીંથી ચાલી જા અને ઘરમાં આજ પછી આવતી નહી તેમ કહી કાઢી મૂકતાં આાખરે સાયરાબાનુએ શહરે પોલીસ મથકે ઘરેલું હિંસા વિરોધી કાયદા મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending