તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ પ્રતિભા શોધમાં અ.જી.શાળાના બાળકો પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ગાંધી જયંતિની ઉજવણી પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા રાખી હતી. જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળાના બાળકોએ યશસ્વી સફળતા મેળવી હતી. જેમાં વિભાગ અ ની સર્જનાત્મકતામાં ધન્વી પ્રજાપતિ, એક પાત્રીય અભિનયમાં માહી ઠક્કર, વક્તૃત્વ સ્પર્ધામાં સ્તુતિ જૈન, લગ્ન ગીતમાં શિવાની ઠક્કર, ચિત્રમાં રાવલ સર્વજ્ઞ જ્યારે બ વિભાગની વક્તુત્વ સ્પર્ધામાં ક્રિતગ્ન પટેલ, નિબંધમાં હનફા સૈયદ, લોકવાદ્યમાં પ્રિન્સ ઠાકોર, ચિત્રમાં આશા પટેલ પ્રથમ નંબરે વિજેતા થયા હતા. જેઓને કલેકટર આનંદ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત 10 વિદ્યાર્થીઓએ બીજો અને ત્રીજો ક્રમ મેળવતા સ્પર્ધકોને કેમ્પસ ડાયરેક્ટર જે એચ પંચોલી અને શાળાના આચાર્ય સંજય ભાઈ પંચોલીએ બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...