તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan નમોને ફરી સત્તા પર લાવવા કામે લાગવા ભાજપ કાર્યકરોને હાકલ

નમોને ફરી સત્તા પર લાવવા કામે લાગવા ભાજપ કાર્યકરોને હાકલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય જનતા પાર્ટી પાટણ શહેરની કારોબારી બેઠક રવિવારે સવારે લાયન્સ હોલ ખાતે મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી કેન્દ્ર સરકારમાં સત્તારૂઢ થાય તે માટે કામે લાગવા અનુરોધ કરાયો હતો. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી બાજપાઈને શોકાજલી અપાઈ હતી.

આ ઉપરાંત બે રાજકીય ઠરાવ પસાર કરાયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા કરેલ વિકાસ કામો અને બીજા ઠરાવમાં કેન્દ્ર સરકાર દ્વારા કરેેલ વિકાસ કામો અને યોજનાઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ આગામી ચૂંટણીને ધ્યાને લઇ તમામ મતભેદો ભૂલાવીને સાથે મળી સરકારના કાર્યક્રમો લોકો સુધી લઈ જવા અને ફરીથી સરકાર બનાવવામાં અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ, શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ અને કોર્પોરેટર મનોજ પટેલ, સિદ્ધપુરના સુષ્માબેન રાવલ, હીનાબેન શાહ, ગીતાબેન સોલંકી, કોર્પોરેટર નરેશ દવે સહિતના હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...