તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લામાં કોંગ્રેસ નવા સંગઠનની રચના કરશે

લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લામાં કોંગ્રેસ નવા સંગઠનની રચના કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રાજકીય પાર્ટીઓ દ્વારા બેઠકોના દોર શરૂ થયા છે ત્યારે રવિવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ડી.આઇ.પટેલ વિદ્યા સંકુલ હાજીપુર યોજવામાં આવી હતી.

જિલ્લા કારોબારીની બેઠકમાં કોંગ્રેસના આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી દરેક કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જવા તેમજ જનમિત્ર અને શક્તિ કેન્દ્રના પ્રોજેક્ટમાં લોકોને જોડવા અપીલ કરી હતી. ચૂંટણીને લઇ પાટણ જિલ્લામાં ટૂંક સમયમાં જ નવા સંગઠનની રચના કરવામાં આવનાર હોવાનું પણ ઉપસ્થિત કોંગ્રેસી આગેવાનોએ જણાવ્યું હતું.પાટણ જિલ્લાની મળેલી કારોબારીની બેઠકમાં પાટણ જિલ્લા પ્રભારી જે.કા.પટેલ, યાસીન બંગલાવાળા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, પૂર્વ પ્રમુખ કાનજીભાઇ દેસાઇ, ગુલાબખાન રાઉમા, લાલેશ ઠક્કર, અશ્વિન પટેલ, હરેશ બારોટ, ભુરાભાઈ જોશી, ભરત ભાટીયા, ડો.કોકીલાબેન પરમાર, જાગૃતિબેન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...