• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 400 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પિવડાવવામાં આવ્યાં

400 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પિવડાવવામાં આવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીઓ આર્યુવૈદિક સારવાર લઇ રાહત અનુભવતા હોસ્પિટલની સેવાઓને બિરદાવી

શહેરનીસિવિલ હોસ્પિટલ પાછળ આવેલી સરકારી આયુવૈદિક હોસ્પિટલ ખાતે સોમવારના રોજ પુષ્પનક્ષત્રને લઇ 0 થી 12 વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પિવડાવવામાં આવ્યા હતા.

સરકારી આયુવૈદિક હોસ્પિટલ તબીબ ભાર્ગવભાઇ ઠક્કરે જણાવ્યુ હતું કે આર્યુવૈદિક હોસ્પિટલ ખાતે પુષ્પ નક્ષત્રના દિને સવારે 8 થી બપોરના 1 કલાકના સમય દરમ્યાન અંદાજે 400 ઉપરાંત બાળકોને વિના મૂલ્યે સુર્વણપ્રાશનના ટીપાં પિવડાવવામાં આવેલ જેનાથી બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

સરકારી આર્યુવૈદિક હોસ્પીટલ ખાતે વિના મૂલ્યે મળતી સારવારોનો લાભ મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ નિયમિત લેતા હતા. હોસ્પીટલ આર્શિવાદ રૂપ બની હોવાનું દર્દીઓ અને તેમના પરિવાર જનો જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...