• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના કાજીવાડા વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનો તંત્રને સમય મળ્યો

પાટણના કાજીવાડા વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનો તંત્રને સમય મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુના પાવર હાઉસ પાસેની પાલીકાની ઓફીસ નજીક ધણા સમયથી ખડકાયેલ ગંદકી દુર કરતા રહિશો હાશકારો અનુભવી

એકતરફ પાલિકાના સતાધિશો દ્વારા દર ગુરુવારે પાલીકા આપણે દ્વારે કાર્યક્રમ યોજી શહેરીજનો ની વિવિધ સમસ્યા ને દુર કરી શહેરને સ્વચ્છ બનાવવાના પયત્નો કરી રહી છે. પરંતુ પાલીકા ચિફ ઓફીસર અને વાહનશાખા ના કર્મચારીઓની મનમાની ને લઇ શહેરના કેટલાક વિસ્તારોમા ગંદકી નુ સામ્રારાજ્ય હોય જેના કારણે રોગચાળો ફેલાવવાની ભાતી સેવી રહ્યા હોવાની બળાપો નગરસેવક ભરત ભાટીયા ઠાલવ્યો હતો.

શહેરના જુના પાવર હાઉસ પાસે કાજીવાડા નજીક પાલિકાની ઓફીસના કમ્પાઉન્ડ અંદર છેલ્લા કેટલાક સમય થી અસહ્ય દુર્ગધ યુકત કચરાના ઢગ ખડકાયેલા છે. બાબાતે પાલીકા તંત્ર અનેક વખત ધ્યાન દોરવા છતાય ચિફ ઓફીસર સહિત વાહન શાખાના કર્મચારીઓ દ્વારા કચરાના ઢગ ને ઉપાડવામા આવતા હોય જેને લઇ રહિશોમા રોગચાળો ધવાની ભીતી ઉભી થતા રહિશોઓને વિસ્તાર ના નગરસેવક ભરતભાટીયા ને જાણ કરાતા સોમવારે ના રોજ તેઓએ સ્થળ પર જઇ ગંદકીથી બદબદતા કચરાના ઢગલાના નીકાલની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...