તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઉ.ગુ.માં સપ્તાહમાં ખરીફ પાકનું 53% વાવેતર વધ્યું

ઉ.ગુ.માં સપ્તાહમાં ખરીફ પાકનું 53% વાવેતર વધ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉ.ગુ.માં અત્યાર સુધી થયેલું વાવેતર (હેકટર)

ઉત્તરગુજરાતમાં એક સપ્તાહ અગાઉ પડેલા વાવણીલાયક વરસાદ બાદ ખરીફ પાકના વાવેતરમાં જંગી વધારો થયો છે. માત્ર 7 દિવસમાં ખરીફ પાકના વાવેતરમાં 53 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં કપાસની સાથે બાજરી, કઠોળ, મગફળી, શાકભાજી, તલ અને સોયાબીનના વાવેતરનો સમાવેશ થાય છે.

ચોમાસુ રાબેતા મુજબ શરૂ થાય તે પહેલાં ઉત્તર ગુજરાતની 2,90,581 હેકટર જમીનમાં વાવેતર કરાયું હતું. સપ્તાહ અગાઉ ઉત્તર ગુજરાતમાં પડેલા વાવણીલાયક વરસાદ બાદ બાકી રહેતાં ખેડૂતોએ પણ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું હતું. જેમાં માત્ર 7 દિવસમાં 2,58,298 હેકટરમાં વાવેતર વધતાં હાલમાં કુલ 5,48,879 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જોકે, વિભાગના અંદાજ કરતાં હજુ માત્ર 33 ટકા વાવેતર થયું છે. જેમાં ડાંગર 394, બાજરી 33,283, મકાઇ 21,470, તુવેર 11,905, મગ 10,461, મઠ 607, અડદ 9,970, મગફળી 1,19,424, તલ 5,392, દિવેલા 1,474, સોયાબીન 12,442, કપાસ 1,97,494, ચોળી 684, ગવાર 21,204, શાકભાજી 17,763 અને ઘાસચારાનું 84,737 હેકટરમાં વાવેતર પૂર્ણ થઇ ચૂક્યું છે. ઉત્તર ગુજરાતમાં માત્ર મહેસાણા જિલ્લામાં શણનું 171 હેકટર જમીનમાં વાવેતર કરાયું છે. હજુ વિવિધ પાકની વાવણી ખેડૂતો દ્વારા કરાઇ રહી છે.

જિલ્લો અગાઉ હાલનું

મહેસાણા 45756 59522

પાટણ 19619 41072

બનાસકાંઠા 76769 206298

સાબરકાંઠા 107634 157018

અરવલ્લી 40803 85017

કુલ 290581 548879

અન્ય સમાચારો પણ છે...