તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ચાણસ્મા પાંજરાપોળમાં પૂળામાં આગ લાગતા બળીને ખાખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા પાંજરાપોળમાં પૂળામાં આગ લાગતા બળીને ખાખ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્માસ્ટેશન રોડથી સરદાર ચોક જવાના માર્ગ ઉપર આવેલા જૈન મંડળ ચાણસ્મા સંચાલીત પાંજરાપોળમાં ઢોરવાડા માટેની ઘાસચારાના ગોડાઉનમાં સોમવારે રાત્રીના બે વાગ્યાના આરસામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અંદાજે 20 ગાડી ઘાસચારો બળીને ખાખ થઇ ગયા છે.

પાંજરાપોળના ઢોરવાડામાં વોચમેન તરીકે ફરજ બજાવતા દેસાઇ રાત્રીના 2 વાગ્યાના આરસામાં ઢોર સાંભાળવા ઢોરવાડામાં તા પાછળના ભાગે આવેલા ઘાસચારાના ગોડાઉનમાં આગ જોવા મળતા તુરંત પાંજરાપોળના વહિવટ દારોને સંપર્ક કર્યો હતો. ધટનાની જાણ વહિવટદારોને થતા પંકજભાઇ મહેન્દ્રભાઇ શાહ દોડી આવ્યા હતા. જેઓએ ફાયર ફાયટરને જાણ કરી હતી. પરંતુ આગે વરવુ રૂપ ધારણ કરતા પાટણમાં પણ ફાયર ફાયટરની મદદ લેવાઇ હતી. રાત્રીના 2 વાગે લાગેલી આગ સવારે 6 વાગે કાબુમાં આવી હતી. ઘટનાની જાણ થતા નગરસેવક વિષ્ણુભાઇ પટેલ(ભગત), રાજૂલ પટેલ, લાલભાઇ પટેલ સહિત ચેતનશાહ પ્રફુલભાઇ વ્યાસ,બકાભાઇ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો